CMO Gujarat (@CMOGuj) header
CMO Gujarat (@CMOGuj) profile picture

Official account of the Chief Minister's Office, Government of Gujarat

Gandhinagar, India
Joined August 2016
Photo by CMO Gujarat (@CMOGuj)Photo by CMO Gujarat (@CMOGuj)Photo by CMO Gujarat (@CMOGuj)Photo by CMO Gujarat (@CMOGuj)Photo by CMO Gujarat (@CMOGuj)Photo by CMO Gujarat (@CMOGuj)Photo by CMO Gujarat (@CMOGuj)Photo by CMO Gujarat (@CMOGuj)Photo by CMO Gujarat (@CMOGuj)Photo by CMO Gujarat (@CMOGuj)
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે આજે પાટણ ખાતે જીવન જ્યોત ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શેઠ શ્રી પોપટલાલ ભીખાચંદ પાટણ જનતા કેન્સર હોસ્પિટલનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ ઉદઘાટન બાદ હોસ્પિટલના વિવિધ વિભાગોની મુલાકાત લઈ ઉપલબ્ધ અદ્યતન સારવાર સુવિધાઓની જાણકારી મેળવી હતી.
1
8
17
3,207
મુખ્યમંત્રીશ્રીએ હોસ્પિટલના નિર્માણમાં યોગદાન આપનાર દાતાઓ અને ટ્રસ્ટીશ્રીઓની સેવાભાવનાને બિરદાવતાં જણાવ્યું હતું, હવે પાટણ અને આસપાસના વિસ્તારના નાગરિકોને કેન્સરની ઉત્તમ સારવાર ઘરઆંગણે જ મળી રહેશે. મુખ્યમંત્રીશ્રીએ બદલાતી જીવનશૈલી અને તેનાથી થતા રોગો પ્રત્યે ચિંતા વ્યક્ત કરવાની સાથોસાથ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં 'નશા મુક્ત ભારત' અને હોલિસ્ટિક હેલ્થકેરના આપેલ વિચારને અપનાવીને સંતુલિત જીવનશૈલી, દૈનિક યોગ અને આહાર-વિહાર સુધારીને રોગોથી દૂર રહેવા પ્રેરણા આપી હતી.
2
1
328
LIVE: પાટણ ખાતે જીવન જ્યોત ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શેઠશ્રી પોપટલાલ ભીખાચંદ પાટણ જનતા કેન્સર હોસ્પિટલનું ઉદ્ઘાટન કરતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. nitter.gq/i/broadcasts/2NglYMQbQ…
1
14
1
28
4,513
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં એકતા, અખંડિતતા અને આત્મનિર્ભરતાના સંકલ્પને સાકાર કરવા પ્રતિબદ્ધ ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
1
9
1
20
3,227
PM Modi participates in Rashtriya Ekta Diwas Celebrations marking the 151st birth anniversary of Sardar Vallabhbhai Patel nm-4.com/NxFYiv via NaMo App
7
20
2,706
CMO Gujarat retweeted
Every effort we make must be driven by the resolve to build a strong and Viksit Bharat by 2047.
786
348
78
1,474
125,450
CMO Gujarat retweeted
A significant decline in poverty.
226
335
18
1,442
95,299
CMO Gujarat retweeted
India today is more secure and more resolute than ever before. A major reason for this is the growing self-confidence of its people.
117
298
9
1,242
77,720
CMO Gujarat retweeted
Naxalism has been dealt a decisive blow in the country.
336
437
40
2,490
117,727
CMO Gujarat retweeted
Sardar Patel played a monumental role in shaping and safeguarding the nation's unity.
97
376
8
1,587
74,330
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે એકતાનગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે આયોજિત રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લઇ રાષ્ટ્રીય એકતા પરેડનું નિરીક્ષણ કર્યું હતું અને રાષ્ટ્રવ્યાપી સંબોધન કર્યું હતું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા. સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ના સાંનિધ્યમાં દેશભક્તિના માહોલમાં અર્ધ સૈનિક દળોની વિવિધ ટૂકડીઓ દ્વારા દમદાર પરેડ તેમજ વિવિધ રાજ્યોના કલાકારોની સાંસ્કૃતિક નૃત્ય પ્રસ્તુતિઓ અને ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. માનનીય વડાપ્રધાનશ્રીએ આ અવસરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે તેમની દિવ્ય ચેતનાને વંદન કરતા જણાવ્યું હતું કે, એકતા આપણને એક રાષ્ટ્રના રૂપમાં આગળ વધવાની પ્રબળ શક્તિ આપે છે, એટલે આપણા દેશમાં સ્વતંત્રતા દિવસ, ગણતંત્ર દિવસ અને એકતા દિવસ ત્રણેય રાષ્ટ્રીય પર્વને ઉત્સાહ સાથે મનાવવામાં આવે છે. તેમણે ભારતીય ઇતિહાસમાં સરદાર સાહેબના મહાન યોગદાન તેમજ સાંસ્કૃતિક પુનરુત્થાનની રૂપરેખા આપી, છેલ્લા 12 વર્ષોમાં રાષ્ટ્રની વધતી સુરક્ષા, સમૃદ્ધિ, પ્રતિષ્ઠા અને વિકાસ વિશે સૌને માહિતગાર કર્યાં હતા. સાથે જ માનનીય વડાપ્રધાનશ્રીએ સશક્ત ભારતની સંકલ્પ યાત્રાને અવિરત આગળ ધપાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી, સૌના સાથ, સહકાર અને વિશ્વાસ થકી વિકસિત ભારત બનાવવાનો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. #RashtriyaEktaDiwas2026
6
20
63
5,032
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એકતાનગર ખાતે 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ના સાનિધ્યમાં આયોજિત 'રાષ્ટ્રીય એકતા દિવસ'ની ઉજવણી દરમિયાન ઉપસ્થિત જનમેદની સહિત સમસ્ત દેશવાસીઓને રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષા જાળવવા માટે લેવડાવ્યા 'એકતા શપથ'. #RashtriyaEktaDiwas2026
13
1
28
2,970
LIVE: માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ગરિમામયી ઉપસ્થિતિમાં એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ કાર્યક્રમ. #RashtriyaEktaDiwas2026 nitter.gq/i/broadcasts/2vypAKyMP…
4
37
1
56
3,955
ભારતની લઘુ વૃક્ષ કલા એકતાનગરના આંગણે..! માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એકતાનગર ખાતે ભગવાન વિષ્ણુના વામન અવતારથી પ્રેરિત વામન વૃક્ષ કલાને સમર્પિત ઉદ્યાન ‘વામન વૃક્ષ વાટિકા’ની મુલાકાત લીધી હતી. માનનીય વડાપ્રધાનશ્રીએ બોન્સાઈ તાલીમ કાર્યશાળા ખાતે સ્થાનિક મહિલા કારીગરો સાથે સંવાદ સાધ્યો હતો અને પ્રકૃતિ, કલા તેમજ આધ્યાત્મિકતાની અદભુત અનુભૂતિ કરાવતી સુવિધાઓ તેમજ પ્રક્રિયાઓનું નિરીક્ષણ કર્યું હતું. #RashtriyaEktaDiwas2026
2
15
1
20
3,018
પ્રકૃતિ અને રોમાંચનો અનોખો સંગમ: એકતાનગર ખાતે ‘રેઈન ફોરેસ્ટ’નો શુભારંભ..! માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા એકતાનગર ખાતે ઉમેરાયું પ્રાકૃતિક સૌંદર્ય અને સાહસનું નવું નજરાણું, ₹9.49 કરોડના ખર્ચે 47,000 ચો.મીટર વિસ્તારમાં નિર્મિત ‘રેઈન ફોરેસ્ટ’ જ્યાં 220 મીટર લાંબા ગ્લાસ ડેક સ્કાયવોક બ્રિજ પરથી કુદરતના મનોરમ્ય નજારાને નિહાળવો એક રોમાંચક અનુભવ બની રહેશે. #RashtriyaEktaDiwas2026
1
21
1
28
3,361
રાષ્ટ્રીય એકતા, પ્રવાસન અને વિકાસનો સંગમ..! માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે આજે 'રાષ્ટ્રીય એકતા દિવસ' નિમિત્તે એકતાનગર ખાતે ₹426 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. પ્રવાસન, પરિવહન, પર્યાવરણ અને આધુનિક સુવિધાઓને વેગ આપતા આ નવીનતમ પ્રકલ્પો થકી 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ને પ્રાપ્ત થશે વિશ્વના પ્રવાસન નકશામાં ઉચ્ચતર સ્થાન. #RashtriyaEktaDiwas2026
12
12
2,668
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાષ્ટ્રીય એકતા, સાંસ્કૃતિક વારસા અને આધુનિક વિકાસની ઉજવણી કરતા ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
1
18
24
3,131