આગામી દિવાળી પર્વ ને લઇ ને અધિક પોલીસ કમિશ્નર સેક્ટર-૧ શ્રી બલરામ મીણાની અધ્યક્ષતામાં ગેમ ઝોનના સંચાલકો તથા હિતધારકો સાથે સુરત શહેર પોલીસની સંવાદ બેઠક યોજાઈ.
જેમાં આગામી દિવાળી અને વેકેશન દરમિયાન મોટી સંખ્યામાં પરિવારો બાળકો સાથે ગેમ ઝોનની મુલાકાત લેશે ત્યારે કોઈ દુર્ઘટના ન સર્જાય અને સૌની સુરક્ષા જળવાઈ રહે તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી.
@CMOGuj @sanghaviharsh @dgpgujarat @GujaratPolice
#સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે
🏃♂️ રન ફોર યુનિટી - એકતાના સંકલ્પ સાથે, આવો સાથે દોડીએ!
સુરત શહેર પોલીસ દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસ (સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ) નિમિત્તે ‘રન ફોર યુનિટી’ મેરેથોનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
તો ચાલો, આપણે સૌ સાથે મળીને રાષ્ટ્રીય એકતા, સામાજિક સદભાવ અને નશામુક્ત સુરતના સંકલ્પને વધુ મજબૂત બનાવીએ!
📅 તારીખ: 31 ઓક્ટોબર, 2026
⏰ સમય: સવારે 6:30 વાગ્યાથી
📍 સ્થળ: પોલીસ કમિશનર કચેરી, અથવાલાઈન્સ, સુરત
@CMOGuj @sanghaviharsh @dgpgujarat @GujaratPolice
સુરત શહેરમાં નવરાત્રી પર્વ દરમિયાન સતત બંદોબસ્તમાં રહી નાગરિકોને સુરક્ષા પૂરી પાડનાર મહિલા પોલીસ અધિકારીઓની કર્તવ્યનિષ્ઠા અને સમર્પણને બિરદાવવામાં આવ્યાં.
પોલીસ કમિશનર શ્રી વાબાંગ જમીર તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓના વરદ્હસ્તે DCPથી PSI સુધીનાં ૭૯ જેટલાં મહિલા પોલીસ અધિકારીઓને પ્રશંસાપત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યાં.
@CMOGuj @sanghaviharsh @dgpgujarat @GujaratPolice
#સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે
#suratcitypolice
લીંબાયત પોલીસ દ્વારા લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરતી રિક્ષાઓનું રજિસ્ટ્રેશન કરી દરેક રિક્ષાને વિશિષ્ટ ઓળખ નંબર ફાળવવામાં આવ્યો તેમજ રિક્ષા પર ઓળખ નંબર અને પોલીસ સ્ટેશનનો સંપર્ક નંબર લખાવવામાં આવ્યો.
આ સાથે, વિસ્તારમાં કોઈ શંકાસ્પદ રિક્ષા કે વ્યક્તિની અવરજવર જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા રિક્ષાચાલકોને સૂચનાઓ આપી સાવચેતી અને તકેદારી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
@CMOGuj @sanghaviharsh @dgpgujarat @GujaratPolice
#સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે
#suratcitypolice
સુરત શહેર પોલીસની સરાહનીય અને ત્વરિત કામગીરી: 🚨
૧. અમરોલી પોલીસ: ગુમ થયેલી ૩ વર્ષની માસૂમ બાળકીને ગણતરીના કલાકોમાં શોધી પરિવાર સાથે પુનઃ મિલન કરાવ્યું.
૨. અમરોલી પોલીસ: ભગતનગર ખાતે જુગાર રમતા 12 ઇસમોને ઝડપી પાડી ₹25,670 નો મુદ્દામાલ જપ્ત કર્યો.
૩. રાંદેર પોલીસ: મોબાઈલ સ્નેચિંગના આરોપીને ઝડપી પાડી ₹51,000 ની કિંમતનો iPhone 16 મોબાઈલ કબજે કર્યો.
4.
સુરત પોલીસની સતર્કતા અને ઉત્તમ કામગીરીને સલામ! 🙌🛡️
@CMOGuj @sanghaviharsh @dgpgujarat @GujaratPolice
કર્તવ્યનિષ્ઠા, સતર્કતા અને સમર્પિત સેવાનું સન્માન..નવરાત્રી મહોત્સવ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા, નાગરિકોની સુરક્ષા તથા ખાસ કરીને મહિલાઓની સલામતી સુનિશ્ચિત કરવા નિષ્ઠાપૂર્વક ફરજ બજાવનાર મહિલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવી.
સુરત શહેર પોલીસ કમિશ્નર શ્રી વાબાંગ જમીરના વરદ હસ્તે પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યાં.તહેવારની ખુશીઓ વચ્ચે નાગરિકોની સુરક્ષા માટે સતત ખડેપગે રહેનાર મહિલા પોલીસની કર્તવ્યપરાયણતા અને સેવાભાવને સલામ. 🙏
@CMOGuj @sanghaviharsh @dgpgujarat @GujaratPolice
દિવાળી પર્વને અનુલક્ષીને ડી.સી.પી. ઝોન–૦૩ શ્રી રાઘવ જૈનની અધ્યક્ષતામાં ચોકબજાર પોલીસ સ્ટેશન વિસ્તારની અખંડાનંદ કોલેજ ખાતે ઝોન–૦૩ના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરતા રિક્ષાચાલકોની બેઠક યોજાઈ હતી.
આ દરમિયાન રિક્ષાચાલકોનું સંબંધિત પોલીસ સ્ટેશનમાં રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું તેમજ જરૂરિયાતના સમયે નાગરિકોને તાત્કાલિક પોલીસ સહાય મળી રહે તે હેતુથી રિક્ષાઓ પર ઇમરજન્સી હેલ્પલાઇન નંબર ૧૧૨ નાં સ્ટીકર લગાવવામાં આવ્યાં હતાં.
@CMOGuj @sanghaviharsh @dgpgujarat @GujaratPolice
પાંડેસરા પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૦૦માં નોંધાયેલા હત્યાના ગુનામાં છેલ્લા ૨૬ વર્ષથી નાસતા ફરતા આરોપી ઉમેશ ગોપાલ માનકરને સુરત શહેર PCBએ મહારાષ્ટ્રના નાસિક ખાતેથી ઝડપી પાડ્યો.
@CMOGuj @sanghaviharsh @dgpgujarat @GujaratPolice
#સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે
#gujaratpolice
શેર ટ્રેડિંગમાં વધુ નફાની લાલચ આપી બોગસ એપ્લિકેશન મારફતે ₹૨૩.૩૮ લાખની છેતરપિંડીના કેસની તપાસમાં સુરત સાયબર ક્રાઇમ પોલીસે આંતરરાષ્ટ્રીય ગેંગ સાથે સંકળાયેલા બે આરોપીઓને ઝડપી પાડ્યા.
તપાસમાં મળેલાં ૯૬ બેંક ખાતાંની વિગતોના આધારે દેશનાં ૨૦ રાજ્યોમાં નોંધાયેલી ૩૩૮ ફરિયાદો સાથે કડીઓ સામે આવી, જેમાં આશરે ₹૪૧૦ કરોડની છેતરપિંડીનો ભેદ ઉકેલવામાં આવ્યો.
@CMOGuj @sanghaviharsh @dgpgujarat @GujaratPolice
#સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે
#gujaratpolice





