Info Surat GoG retweeted
માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દાહોદ જિલ્લાના પ્રવાસના ત્રીજા દિવસે ચાંદાવાડા ગામના ભાભોર ફળિયામાં સ્થાનિક આદિવાસી પરિવારો સાથે ખાટલા બેઠક કરીને આત્મીય સંવાદ સાધ્યો...
મુખ્યમંત્રીશ્રીનું આ પ્રસંગે ગ્રામજનોએ આદિવાસી લોકનૃત્ય થકી સ્વાગત કર્યું, આ સાથે ત્યાંના સ્થાનિક અને સખી મંડળના દિવ્યાંગ બહેને પોતાના હાથે વાંસ વડે બનાવેલું તોરણ આપી મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કર્યું; આ મુલાકાત દરમિયાન તેમણે ગ્રામજનોની જીવનશૈલી, સ્થાનિક પરંપરાઓ અને ગામમાં ઉપલબ્ધ પાયાની સુવિધાઓ અંગેની જાણકારી મેળવી...
મુખ્યમંત્રીશ્રીએ ગ્રામજનો તેમજ બાળકો સાથે રૂબરૂ સંવાદ સાધી તેમની લાગણીઓ અને અપેક્ષાઓ જાણી...
#GujaratCMinDahod
Info Surat GoG retweeted
કર્ણાટક વિધાનસભાની હાઉસ સમિતિ અને અરજી સમિતિનો ગુજરાત પ્રવાસ; 11 સભ્યોનું પ્રતિનિધિ મંડળ ગુજરાત વિધાનસભાની મુલાકાતે...
➡️ ગુજરાત વિધાનસભાની મુલાકાત દરમિયાન કર્ણાટક વિધાનસભા ઉપાધ્યક્ષ શ્રી મંકલ વૈદ્ય સહિત સભ્યોના પ્રતિનિધિ મંડળને ગૃહની ભવ્યતા અને અત્યાધુનિક સુવિધાઓથી માહિતગાર કરાયા; વિધાનસભાના અધિકારીઓએ તેમને મંત્રીશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓની બેઠક વ્યવસ્થા, પ્રેસ ગેલેરી, વીવીઆઈપી ગેલેરી તેમજ સામાન્ય નાગરિકો માટેની પ્રેક્ષક ગેલેરી વિશે વિગતવાર માહિતી આપી...
➡️ ટેક્નોલોજીના માધ્યમથી વિધાનસભાની તમામ પ્રક્રિયાઓને કઈ રીતે ડિજિટાઈઝ કરવામાં આવી છે અને તેનાથી કામગીરીમાં કેવી રીતે પારદર્શિતા અને ઝડપ આવી છે તે અંગે અધિકારીઓએ કર્ણાટકના સભ્યોને પ્રત્યક્ષ નિર્દેશન આપ્યું; ઈ-ગવર્નન્સ ક્ષેત્રે ગુજરાતના આ મોડેલને પ્રતિનિધિ મંડળે ખૂબ જ પ્રભાવશાળી ગણાવ્યું...
➡️ કર્ણાટક વિધાનસભાની હાઉસ અને અરજી સમિતિના કુલ 11 સભ્યોનું પ્રતિનિધિ મંડળ તા. 18 થી 23 નવેમ્બર, 2026 દરમિયાન ગુજરાતના છ દિવસીય અભ્યાસ પ્રવાસે પધાર્યું છે...
#Karnataka #Gujarat #Assembly
Info Surat GoG retweeted
ફિટ ઈન્ડિયા ‘સન્ડેઝ ઑન સાયકલ’ની 99મી આવૃત્તિ
સંવિધાન દિવસની થીમ પર SAI, પ્રાદેશિક કેન્દ્ર ગાંધીનગર દ્વારા શ્રમ અને રોજગાર મંત્રાલય, ભારત સરકારના ચિંતન શિબિર અંતર્ગત રવિવાર, 22 નવેમ્બર 2026ના રોજ ફિટ ઈન્ડિયા ‘સન્ડેઝ ઑન સાયકલ’ની 99મી આવૃત્તિનું આયોજન કરવામાં આવશે…
કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રી શ્રી ડૉ. મનસુખ માંડવિયા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે; કાર્યક્રમની શરૂઆત સવારે 6:00 વાગ્યે ગાંધીનગર સ્થિત દાંડી કુટિરના ગેટ નંબર 2 પરથી થશે તથા સાયકલ રેલીનો નિર્ધારિત માર્ગ દાંડી કુટિર-મહાત્મા મંદિર-દાંડી કુટિર રહેશે…
આ આયોજન દ્વારા સહભાગીઓને સાયકલિંગ, શારીરિક તંદુરસ્તી અને ભારતીય સંવિધાનના મહત્ત્વ અંગે જાગૃત કરવામાં આવશે…
Info Surat GoG retweeted
ટીમ ભાવના, શિસ્ત અને પરસ્પર સૌહાર્દને પ્રોત્સાહન આપતી રાષ્ટ્રીય ટુર્નામેન્ટ...
અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ‘3જી ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન ક્લસ્ટર 2026-27’ના પ્રથમ દિવસે 136 મેચ સંપન્ન; મહિલા બેડમિન્ટનમાં ગુજરાતની ટીમનું પ્રભાવશાળી પ્રદર્શન. આજે 20 નવેમ્બરના રોજ ટેબલ ટેનિસના નોકઆઉટ અને વ્યક્તિગત મળીને કુલ 175 મુકાબલા રમાશે...
#ThirdAllIndiaPoliceBadmintonCluster2026 #VeerSavarkarSportsComplex
Info Surat GoG retweeted
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ
ગુજરાત પોલીસ દળ વર્ગ-3ની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની જાહેરાત...
ગુજરાત પોલીસ દળમાં વર્ગ-3ની નીચે મુજબની લોકરક્ષક તથા ટેકનિકલ કેડરમાં વિવિધ સંવર્ગની કુલ-3000 ખાલી જગ્યાઓ નિયમોનુસાર સીધી ભરતીથી ભરવા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ફકત ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવનાર છે...
#GujaratPolice
Info Surat GoG retweeted
મહેમાનગતિથી પ્રગતિ!
ગુજરાતનો આતિથ્યભાવ સ્વરોજગારીનું નવું સરનામું બનશે...
'અતિથિ દેવો ભવ:'ના મંત્ર સાથે રાજ્ય સરકાર દ્વારા 'હોમસ્ટે નીતિ'માં કરવામાં આવેલા ઐતિહાસિક સુધારાઓથી હોમસ્ટે વ્યવસાય શરૂ કરવો હવે વધુ સરળ અને સુગમ બન્યો...
✅ રૂમની મર્યાદા 6થી વધારીને 9 કરાઈ
✅ માલિકનું પ્રત્યક્ષ રહેવું ફરજિયાત નહીં
✅ પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટમાંથી મુક્તિ
✅ 2 વર્ષે ઓનલાઇન સેલ્ફ-રિન્યૂઅલ
આજે જ ઓનલાઈન નોંધણી કરો: commissionertourism.gujarat.…
Info Surat GoG retweeted
આસામના ગુવાહાટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) 2027ના રોડ-શૉનું આયોજન કરાયું; જેમાં સેમીકન્ડક્ટર, ગ્રીન એનર્જી, ઓઈલ અને ગેસ ક્ષેત્રની તકો પર ખાસ ભાર મૂકાયો...
આ રોડ શૉ અગાઉ ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ, ખાદી, કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગના મંત્રી શ્રી નરેશભાઈ પટેલ તેમજ ગુજરાત એનર્જી લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રીમતી અવંતિકા સિંઘ, IAS અને ગુજરાતના અન્ય પ્રતિષ્ઠિત મહાનુભાવોએ ગુવાહાટી અને આસામના અગ્રણી ઉદ્યોગ પ્રતિનિધિઓ સાથે બેઠકો યોજી...
આ રોડ શૉમાં ગુજરાત એનર્જી લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રીમતી અવંતિકા સિંઘ, IAS દ્વારા VGGS 2027 પર એક પ્રેઝન્ટેશન રજૂ કરાયું તેમજ ગુજરાતની સેમીકન્ડક્ટર ઇકોસિસ્ટમ અને અન્ય ઉદ્યોગમાં વિકાસની તક દર્શાવતી વિશેષ શોર્ટ ફિલ્મ પણ રજૂ કરાઈ; ઉદ્યોગ પ્રતિનિધિઓએ રાજ્યમાં વ્યાવસાયિક તકો અને ઔદ્યોગિક વિકાસ અંગેના પોતાના પ્રેક્ટિકલ અનુભવો તેમજ મંતવ્યો પણ રજૂ કર્યા...
ગુવાહાટીનો આ રોડ શૉ ગુજરાત અને આસામ વચ્ચેના ઔદ્યોગિક સંબંધોને અર્થપૂર્ણ વ્યાવસાયિક સહયોગ તરફ આગળ લઈ જવાની ઉત્તમ તક સાબિત થયો...
#VibrantGujaratGlobalSummit2027 #VGGS #GujaratandAssam
Info Surat GoG retweeted
માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દાહોદ જિલ્લાના ત્રિ-દિવસીય પ્રવાસના ત્રીજા દિવસે સવારે ગરબાડા તાલુકાના પાટા ડુંગરી ખાતે આવેલા ઠક્કરબાપા સરોવરની મુલાકાત લીધી...
મુખ્યમંત્રીશ્રીએ ઠક્કરબાપા સરોવરની મુલાકાત લઈ સરોવરના વિસ્તાર, જળસંગ્રહની ક્ષમતા, પાણીના જથ્થા અને પાણી વિતરણની વ્યવસ્થાની જાણકારી મેળવી તેમજ માછીમારો સાથે સંવાદ કરી રોજગાર શિક્ષણ વેપાર સહિતની ચર્ચા કરી...
મુખ્યમંત્રીશ્રીએ પાટા ડુંગરી ખાતે આવેલી નીર વાટિકામાં વડના છોડનું વાવેતર કરી પર્યાવરણ સંરક્ષણ અને લીલી હરિયાળીના સંવર્ધનનો સંદેશ આપ્યો...
#GujaratCMinDahod
Info Surat GoG retweeted
રાજ્ય સરકારના બંદરો અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા ‘ગુજરાત મોટર વાહન (ત્રીજો સુધારો) નિયમો, 2026’ જાહેર; ગુજરાતમાં હવે કોઈપણ પ્રકારના ખાનગી વાહનો પર જાતિસૂચક શબ્દો લખવા પર પ્રતિબંધ...
#GujaratInformation
Info Surat GoG retweeted
માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દાહોદ જિલ્લાની તેમની ત્રણ દિવસીય મુલાકાતના બીજા દિવસે મોડી સાંજે ગરબાડા તાલુકાના ભામા તળાઈ ફળિયાના નિવાસી શ્રી જસવંતસિંહ રાઠોડના ઘરે પહોંચ્યા હતા...
મુખ્યમંત્રીશ્રીએ પરિવારજનો સાથે સંવાદ કર્યો હતો તેમજ આદિવાસી વિસ્તારના પરંપરાગત ભોજનનો સ્વાદ માણ્યો હતો...
મુખ્યમંત્રીશ્રીએ ઉપસ્થિત સૌ ગ્રામજનો સાથે આત્મીયતા સાથે સંવાદ કર્યો હતો; મુખ્યમંત્રીશ્રીએ આ સાથે આદિવાસી ભજન-કીર્તનનો લ્હાવો પણ લીધો હતો...
#GujaratCMinDahod
Info Surat GoG retweeted
ગુજરાતના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને આંતરરાષ્ટ્રીય સ્તરે નવી ઓળખ મળી છે. મહેસાણા જિલ્લાના ઐતિહાસિક નગર વડનગરમાં આવેલા ‘અનંત અનાદિ વડનગર - આર્કિયોલોજિકલ એક્સપિરિયેન્શિયલ મ્યુઝિયમ’ને જર્મનીના બર્લિન ખાતે પ્રતિષ્ઠિત રેડ ડોટ: બેસ્ટ ઓફ ધ બેસ્ટ એવોર્ડ 2026 એનાયત કરવામાં આવ્યો છે. ભુજના સ્મૃતિવન મ્યુઝિયમ બાદ રેડ ડોટનું આંતરરાષ્ટ્રીય સન્માન મેળવનાર વડનગર ગુજરાતનું બીજું મ્યુઝિયમ બન્યું છે.
#MahitiMorning #FactualFriday #VadnagarWinsRedDot
Info Surat GoG retweeted
તાના-રીરી મહોત્સવ-2026...
શાસ્ત્રીય સંગીતના મૂર્ધન્ય કલાકારોની પ્રસ્તુતિથી વડનગરની ઐતિહાસિક નગરી સંગીતમય બની...
ઐતિહાસિક વડનગરની પવિત્ર ભૂમિ પર ભારતીય સંસ્કૃતિના 2000 વર્ષ જૂના વારસાને ઉજાગર કરતા બે દિવસીય ‘તાના-રીરી મહોત્સવ-2026’નો ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે ભવ્ય શુભારંભ...
સંગીત, સંસ્કાર અને સમર્પણની ગાથા: માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વિકાસ સાથે વિરાસત’ના સંકલ્પને વડનગરની ધરા પર મળ્યો વેગ...
ભારતીય શાસ્ત્રીય સંગીત આત્મનાદથી બ્રહ્મનાદ સુધી પહોંચાડનારું છે : ઊર્જા મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ
Info Surat GoG retweeted
માનનીય મુખ્યમંત્રીશ્રીના ગરબાડા, દાહોદ પ્રવાસનો બીજો દિવસ; ધાનપુર તાલુકામાં આવેલા રતનમહાલ પ્રોજેક્ટની મુલાકાત લીધી...
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જિલ્લા અધિકારીઓ સાથે વિકાસ કામોની સમીક્ષા બેઠક યોજી તેમજ ગરબાડા તાલુકા પંચાયતમાં જનસુનાવણીમાં નાગરિક રજૂઆતો સાંભળી...
માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં રાજ્યના અંતરિયાળ આદિજાતિ વિસ્તારો સુધી મૂળભુત જરૂરિયાતો સાથે કલ્યાણ યોજનાઓ અને વિકાસ કામોના લાભો સુપેરે પહોંચ્યા છે : મુખ્યમંત્રીશ્રી
#GujaratCMinDahod
Info Surat GoG retweeted
આજનો શબ્દ
#wordoftheday #GujaratiWord
Info Surat GoG retweeted
સંસ્કૃતિનું સન્માન અને સર્વાંગી વિકાસનો સંકલ્પ...
ધરતી આબા ભગવાન બિરસા મુંડાના આદર્શો અને જનજાતીય સંસ્કૃતિના ગૌરવને સમર્પિત ‘જનજાતીય ગૌરવ દિવસ 2026’ની ભવ્ય ઉજવણીથી આદિવાસી વિસ્તારોમાં રચાયો છે વિકાસ, વિશ્વાસ અને અસ્મિતાનો નવો અધ્યાય...
#JanjatiyaGauravDivas2026
Info Surat GoG retweeted
ગીર જંગલ પછી બરડાનું જંગલ બન્યું સિંહોનું નવું ‘ઘર’...
#Porbandar #GujaratTourism #BardaJungle #BardaHills @InfoPorbandar @GujaratTourism
Info Surat GoG retweeted
આદિજાતિ વિદ્યાર્થીઓના શૈક્ષણિક ઉત્કર્ષ માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર; આદિજાતિ વિદ્યાર્થીઓના શૈક્ષણિક ઉત્કર્ષ માટે ગુજરાત સરકાર દ્વારા પ્રિ-મેટ્રિક અને પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાઓ અમલી...
➡️ પ્રિ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ છેલ્લાં પાંચ વર્ષમાં ₹438.27 કરોડના ખર્ચે 58.38 લાખથી વધુ વિદ્યાર્થીઓને સહાય
➡️ પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ છેલ્લાં પાંચ વર્ષમાં ₹420.28 કરોડના ખર્ચે 32,226 આદિજાતિ વિદ્યાર્થિનીઓને સહાય આપવામાં આવી
➡️ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ માટે રાજ્ય સરકાર દ્વારા આવકમર્યાદા ₹2.50 લાખથી વધારીને ₹6 લાખ કરવામાં આવી
➡️ રાજ્ય સરકારની શિષ્યવૃત્તિ યોજનાઓ માટે અરજીઓ ડિજિટલ ગુજરાત પોર્ટલ મારફતે મેળવવામાં આવે છે; ચકાસણી અને મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સહાયની રકમ સીધી લાભાર્થીના બૅન્ક ખાતામાં જમા કરવામાં આવે છે
#GujaratInformation
Info Surat GoG retweeted
ગિરનાર પહોંચ્યા સંગીત જગતના લોકપ્રિય કલાકાર દિલજીત દોસાંઝ; કહ્યું 'કુછ દિન તો ગુજારો ગુજરાત મેં'...
#DiljitDosanjh
Info Surat GoG retweeted
અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે તૃતીય ઓલ ઈન્ડિયા પોલીસ બેડમિન્ટન ક્લસ્ટર 2026-27નો શાનદાર પ્રારંભ...
ગુજરાત પોલીસની યજમાનીમાં યોજાયેલા આ રાષ્ટ્રીય કક્ષાના રમતોત્સવનો રાજ્યના પોલીસ વડા શ્રી જ્ઞાનેન્દ્રસિંહ મલિકે પ્રારંભ કરાવ્યો; 10 કેન્દ્રીય પોલીસ સંગઠનો, 24 રાજ્યો અને 4 કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 38 ટીમો બેડમિન્ટન અને ટેબલ ટેનિસમાં કૌશલ્ય દાખવશે...
પોલીસ દળો વચ્ચે સંકલન, ટીમ ભાવના અને ઉત્સાહવર્ધન માટે આ પ્રકારની સ્પર્ધાઓ મહત્ત્વની : શ્રી જી.એસ. મલિક, રાજ્ય પોલીસ વડા
તા. 19થી 24 નવેમ્બર દરમિયાન યોજાનાર આ ટુર્નામેન્ટમાં 890 પુરુષ અને 272 મહિલા ખેલાડીઓ સહિત 1,152 અધિકારીઓ અને જવાનો પોતપોતાની ટીમનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે...
#ThirdAllIndiaPoliceBadmintonCluster2026 #VeerSavarkarSportsComplex














































