✨ કમિશનરશ્રી આઈ.આર.વાળાના અધ્યક્ષસ્થાને તથા નાયબ કમિશનરશ્રી કેતન સી. વાઘેલા અને જયેશ પી.વાજાની ઉપસ્થિતિમાં ઘરવેરા,સેનિટેશન અને વોટર વર્કસ શાખાની મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ.
ટેક્સ કલેક્શનની કામગીરી સઘન બનાવવા અને નિર્ધારિત લક્ષ્યાંકો હાંસલ કરવા અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.
આજ રોજ જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ડૉ. આંબેડકર ભવન ખાતે સફાઈ કામદારોના પ્રોત્સાહન અર્થે વિશેષ કાર્યક્રમ અને સ્નેહભોજનનું આયોજન કરવામાં આવ્યું. સમાજના આ સાચા સેવકોનું સન્માન કરવાનો અવસર મળ્યો તે સૌભાગ્યની વાત છે.
મહાનગરપાલિકામાં ફરજ બજાવતી સફાઈ કામદાર સખી મંડળની બહેનોના પરિશ્રમ અને સમર્પણને બિરદાવવા માટે પ્રોત્સાહન રૂપે પગાર વધારાના વર્ક ઓર્ડર અર્પણ કરવામાં આવ્યા હતા.
ગૌશાળામાંથી ગૌવંશ ગેર કાયદેસર રીતે લઈ જનાર અજાણ્યા ઇસમો વિરુદ્ધ મહાનગર પાલિકા,જૂનાગઢ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આપણા 'સ્વદેશી મેળો - ૨૦૨૬' માં સેનીટેશન શાખા દ્વારા એક ખૂબ જ સુંદર અને જાગરૂકતાપૂર્ણ પહેલ કરવામાં આવી છે. મેળાની મુલાકાતે પધારેલા તમામ નાગરિકોને કચરાના યોગ્ય નિકાલ અને પર્યાવરણની જાળવણી વિશે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું.
જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સખી મંડળની બહેનો અને સ્વદેશી ચીજવસ્તુઓને પ્રોત્સાહન આપવા માટે આઝાદ ચોક ખાતે આવેલા એ.જી. સ્કૂલ મેદાન ખાતે ‘સ્વદેશી મેળા-૨૦૨૬’ નો શાનદાર પ્રારંભ થયો છે!
આજ રોજ જુનાગઢ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શહેરના બેકરી મેન્યુફેક્ચરર્સ (FBOs) માટે ફૂડ સેફ્ટી ટ્રેઈનિંગ પ્રોગ્રામ યોજાયો.
વિજયા દશમીના પાવન પર્વ નિમિત્તે જૂનાગઢ મહાનગરપાલિકાના ઈતિહાસમાં કદાચ પ્રથમ વખત વોર્ડ ૧ થી ૧૫ માં યોજાતી પ્રાચીન ગરબીઓમાં ભાગ લેતી પ્રત્યેક દીકરીઓને 'વિદ્યાકીટ' અર્પણ કરવામાં આવી.
પ્રાચીન ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર માર્ગ પર રૂા. ૩૩.૦૭ લાખના ખર્ચે નિર્મિત ભવ્ય ‘ઇન્દ્રેશ્વર હેરીટેઝ પ્રવેશદ્વાર’ નું આજરોજ મહાનગર પાલિકા,જૂનાગઢ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું. આ ભવ્ય પ્રવેશદ્વાર હવે શહેરની શોભા અને પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણ બનશે. 🙏🏛️
જૂનાગઢવાસીઓની તબિયત સાથે બેદરકારી નહીં ચાલે! 🛑
મહાનગરપાલિકાની ફૂડ અને સેનિટેશન શાખા દ્વારા શહેરમાં સઘન ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી, જેમાં પાણીપુરી અને ફાસ્ટફૂડના કુલ ૨૯ જેટલા એકમો પર તપાસ કરવામાં આવી હતી.
🌿 સ્વચ્છતા હી સેવા: ભવનાથ વિસ્તારમાં મહા સફાઈ ઝુંબેશ થકી ૧૨૦૦ કિલો કચરાનો નિકાલ! 🧹🌳
સહયોગ: જૂનાગઢ મહાનગરપાલિકા, ફોરેસ્ટ વિભાગ, ક્લિન અપ જૂનાગઢ, નોબલ યુનિવર્સિટી અને હિલદારી ગ્રુપ. 🤝
તળાવ દરવાજા વિસ્તારમાં જૂનાગઢ મહાનગર પાલિકાના કમિશનરશ્રી આઈ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ તથા નાયબ કમિશનરશ્રી કે.સી.વાઘેલા,ફૂડ શાખા તથા સેનીટેશન શાખા દ્વારા ફૂડ લાયસન્સ વિના અને અખાદ્ય સામગ્રી વાપરતા 'કચ્છી ફાસ્ટ ફૂડ'ને ₹40,000 અને 'હાર્દિક ફાસ્ટ ફૂડ'ને ₹10,000 નો દંડ.
સ્વચ્છ જુનાગઢ, સુંદર જુનાગઢ! 🌿 જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા આપણા શહેરને પ્લાસ્ટિક મુક્ત અને વધુ સ્વચ્છ રાખવા માટે એક મહત્વપૂર્ણ જાહેર અપીલ કરવામાં આવી છે. ચાલો આપણે સૌ સાથે મળીને સિંગલ યુઝ પ્લાસ્ટિક અને ૧૨૦ માઈક્રોનથી નીચેના પ્લાસ્ટિકનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરીએ.
જૂનાગઢ ખાતે ભવ્ય 'વિકસિત ભારત સંકલ્પ સભા' અને જ્યોત યાત્રા યોજાઈ, જેમાં રંગોળી સ્પર્ધા અને નારી શક્તિના સન્માન સાથે નગરજનો ઉત્સાહભેર જોડાયા.
વિકસિત ભારતની દિશામાં વધુ એક મક્કમ કદમ! 🇮🇳✨
આજે સેવા ચોકથી નરસિંહ મહેતા સરોવર થઈને સરદાર બાગ સુધી ભવ્ય 'સંકલ્પ જ્યોત યાત્રા' યોજાઈ. બહોળી સંખ્યામાં જોડાઈને આ યાત્રાને ઐતિહાસિક બનાવવા બદલ તમામ શહેરીજનોનો આભાર. આપણો આ અદભુત ઉત્સાહ જ સમૃદ્ધ ભારતના નિર્માણનો પાયો છે.
"સેવાના રંગ અને રાષ્ટ્રને સંગ" થીમ પર યોજાયેલી રંગોળી સ્પર્ધામાં પોતાની કળાના કામણ પાથરનાર તમામ સ્પર્ધકોને પ્રોત્સાહન રૂપે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા. તેમજ વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ અને સફળ કામગીરી કરનાર 'નારી શક્તિ'નું વિશેષ સન્માન કરવામાં આવ્યું.
આજ રોજ જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ઐતિહાસિક નરસિંહ મહેતા તળાવ પાસે નવનિરિ્મત ચોકનું "વિકસિત ભારત સંકલ્પ સેવા ચોક" તરીકે નામકરણ કરવામાં આવ્યું છે.
🤖 Made with AI
આપણા શહેરના આંગણે યોજાયેલી આ પ્રેરણાદાયી સભામાં માન.ધારાસભ્યશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, પ્રમુખશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ, પદ્મશ્રી સન્માનિત મહાનુભાવો, પ્રબુદ્ધ નાગરિકો અને બહોળી સંખ્યામાં શહેરીજનોએ ઉપસ્થિત રહીને રાષ્ટ્રનિર્માણના સંકલ્પને વધુ મજબૂત બનાવ્યો.
#25yearsofseva
#ViksitBharat
🌟 લોકોના ઘરઆંગણે સરકારશ્રીની સેવાઓ! 🌟
જૂનાગઢ મહાનગરપાલિકાના સુવ્યવસ્થિત આયોજન હેઠળ, જોષીપુરાની કિયાડા વાડી ખાતે 'સેવા સેતુ' કાર્યક્રમ...
વોર્ડ નં. ૧ થી ૭ અને ૧૩ ના નગરજનોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી આ સરાહનીય પહેલનો મહત્તમ લાભ લીધો.














